Add to your favorites

ખુદા તો કરે છે બધાની દુઆ કબુલ
મારા જ માંગવામાં કમી રહી હશે

પતિનું અવસાન થયું ત્યારે જમુનાની ઉંમર પચીસ વર્ષની. બે કાંઠે વહેતી ચોમાસાની નદી જેવી જમુના રાતોરાત ગંગા જેવી બની ગઈ. ગંગા સ્વરૂપ જમુના. હવે એની જિંદગીનું એકમાત્ર કેન્દ્ર સાત વર્ષનો દીકરો વિશુ જ રહ્યો. સ્વર્ગસ્થ પતિ શિક્ષક હતો એટલે એણે નામ પાડેલું વિશ્વ પણ ગામ આખાએ વિશ્વમાંથી વિશુ અને પછી વિશિયો કરી નાખેલું. આ વિશિયો વીસ વર્ષનો થયો ત્યાં સુધીમાં જમના ડોશી બની ગઈ. સાવ અકાળે જ એની કાયા લથડી ગઈ. આવકના એક પણ મજબૂત આધારબિંદુ વગર ગામડાગામની જુવાન વિધવા શી રીતે પોતાનું અને પુત્રનું પેટ ભરી શકે, એને મોટો કરી શકે અને ભણાવીગણાવીને દીકરાને ગ્રેજ્યુએટ કરી શકે એ સમજવાની વાત છે, એના કરતાંયે વધુ તો સહેવાની વાત છે. જાણવા કરતાં પણ વધુ તો જીવવાની વાત છે, જીરવવાની વાત છે.

‘બેટા, હવે એક જ અભરખો છે.’ જમનાએ કોલેજનો ઊંબરો પાર કરી ચૂકેલા વિશ્વ આગળ અંતરનો પટારો ઉઘાડ્યો, ‘તારા માટે સારા ઘરની કન્યા શોધી કાઢવાની. મારા જીવતેજીવ ઘરમાં વહુ આવી જાય એટલે હું સુખેથી મરી શકું.’

‘મા, મને કોણ છોકરી આપવાનું હતું? આપણા ઘરની હાલત તો જરા જો! પહેલા હું નોકરીએ લાગું, પાસે બે પૈસા જમા થાય, ઘરને જરાક સરખું કરીએ, પછી મારાં લગ્ન માટે તું પ્રયત્ન કરજે. બાકી અત્યારે તો...’
પણ જમના વહુ માટે ઉતાવળી થઈ હતી. ઘરમાં વહુનાં ઝાંઝર રણકતાં હોય એનો અવાજ સાંભળવાની એને તાલાવેલી લાગી હતી. પોતાની હેસિયત ભૂલીને એણે દીકરા માટે કન્યાનો હાથ માગવાનું અભિયાન આદર્યું.
પહેલું વેણ એણે બાજુના ગામના સરપંચ કાનજી પટેલની દીકરી કમુ માટે નાખ્યું. ગાલાવેલી એવી કે કોઈ ત્રાહિત માણસ દ્વારા કહેવડાવવાને બદલે પોતે જાતે જ પહોંચી ગઈ. પછી કાનજી પટેલ પણ શું કામ બાકી રખે? જમના બોલી રહી એ પછી એમણે શરૂ કર્યું.

‘જમના, મારા બેત્રણ સવાલના જવાબ આપીશ?’


લોકપ્રિય લેખો