Add to your favorites

પરીક્ષા ફૂંકની છે અજમાવી જો,
પોકળતા વાંસની છે સંભળાવી જો

કે. સી. પટેલ ન્યૂયોર્કમાં બેઠાબેઠા પણ પરસેબે રેબઝેબ થઈ ગયા. બીમારી વસ્તુ જ એવી છે, ભલભલાને ભાંગી નાખે. એમાં પણ આ તો માંદગી નહીં, પણ મોતની આલબેલ હતી! જેમતેમ કરતાં પંચાવન વર્ષના કે. સી. એમની બી.એમ. ડબલ્યુમાં ગોઠવાયા. ડ્રાઇવરને અંગ્રેજીમાં આદેશ આપ્યો, ‘સ્ટ્રેઇટ ટુ ધી ફેક્ટરી!

કે. સી. પટેલ મૂળ ભારતના. ગુજરાતના. અને આપણા ચરોતરના. આ ફળદ્રુપ ભૂમિના પટેલ ભાયડામાં ત્રણ ગણો જન્મજાત જોવા મળે છે. પરિશ્રમ, દીર્ઘ દ્રષ્ટિ અને લોખંડી મનોબળ. પટેલના ઘરમાં પારણું બંધાય, ત્યારે પ્રત્યેક નવું જન્મેલું બાળક એના ડી.એન.એ. ઉપર આ ત્રણ અક્ષરનો કક્કો છપાવીને જ આવે છે. કે. સી. પટેલ એમાં અપવાદ ન હતા. બાવીસમે વર્ષે દોરલોટોય લીધા વગર અમેરિકામાં આવી ચડેલા કાન્તિલાલ ચંદુલાલ પટેલ પંદર વર્ષના કઠોર પરિશ્રમ પછી એ સ્થિતિએ પહોંચી ગયા કે અમેરિકામાં વસેલા તમામ ગુજરાતીઓમાં એ સૌથી વધુ પૈસાદાર હતા. હવે કોઈ એમનું નામ પૂછે તો એ ટૂંકમાં કે.સી. પટેલ જ કહેતા. પછી તો પટેલ પણ કાઢી નાખ્યું. રોજિંદી વાતચીતમાં માત્ર કે.સી.જ રહ્યું.

ઇનફ ઇઝ ઇનફ, કે.સી.! બસ, બહુ થયું!ન્યૂયોર્કના જાણીતા યુરોસર્જન ડૉ. રામાણીએ સતત બે વર્ષની જહેમતભરી સારવાર પછી એમના ફ્રેન્ડકમપેશન્ટને જણાવી દીધું, ‘તારી બંને કિડની સાવ ખલાસ થઈ ગઈ છે. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા વગર છૂટકો નથી.
ડાયાલિસીસથી કામ ચાલે એમ નથી, ડૉક?’

લોકપ્રિય લેખો