Add to your favorites

ટોળે વળે છે કો'કની દીવાનગી પર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે...


અ તીત પંડ્યા. સેકન્ડ એમ.બી.બી.એસ.નો વિદ્યાર્થી. સામાન્ય રીતે ગંભીર પ્રકૃતિનો યુવાન પણ આજે સ્વભાવનું જાણે શીર્ષાસન થઈ ગયું હોય એમ ખુશ જણાતો હતો. મોડી રાતે આવ્યો ત્યારે શરીરને પગને બદલે જાણે પાંખો લગાડી હોય એમ હવામાં ઊડતો આવી રહ્યો હતો. હોસ્ટેલમાં દાખલ થયો એ પણ ગીત ગાતાંગાતાં જ,  

ઇક હસીં શામકો...દિલ મેરા ખો ગયા...! પહલે અપના હુઆ કરતા થા...અબ કિસી કા હો ગયા...!

લૉબીમાં ઊભેલા મેડિકલ સ્ટુડન્ટ્સ માટે આ બ્રેકિંગ ન્યૂઝહતા! મુકેશે તો પૂછ્યું પણ ખરુ આ એરંડાકુમાર ઘાસલેટપ્રસાદ દિવેલિયા આજે આટલા ખુશ કેમ લાગે છે?’ દેવાંગે પણ વાતમાં ટાપશી પુરાવી આટલો ખુશ તો એ છેલ્લી પરીક્ષામાં એને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે પણ નહોતો દેખાતો!’ ‘અને ફિલ્મી ગીત? આ નરસિંહ ભગતના મોંઢામાં? અસંભવ! પંકજે ટીખળ કરી. 

એની ટીખળમાં ભારોભાર સત્ય હતું. અતીત મધ્યમવર્ગીય માબાપનો એકનો એક દીકરો હતો, એટલે સિનેમા, હોટલ, કેન્ટીન, નાસ્તાપાણી કે ફેશનેબલ વસ્ત્રો જેવી એક પણ લક્ઝરી એને પોસાય એવી ન હતી. એ સ્વભાવે શાંત અને સંવેદનશીલ હતો. એની એકએક ક્ષણ અભ્યાસને માટે હતી.

એના રૂમપાર્ટનર સુશાંતે વિગતવાર સમાચાર આપ્યા, ‘છેલ્લા એકાદ મહિનાથી અતીતના વર્તનમાં જબરદસ્ત ફેરફાર વર્તાઈ રહ્યો છે. હવે એ રોજ શેવકરવા માંડ્યો છે. કપડાં પણ હવે લોન્ડ્રીમાં આપે છે. પંદર દિપહેલાં નવા શૂઝ લઈ આવ્યો. માથામાં તેલ, ચહેરા પર ક્રીમ, કપડાં ઉપર પરફ્યુમ! મારું તો દિમાગ ચકરાઈ ગયું છે. મોડીમોડી રાત સુધી ડાયરીમાં કશુંક લખ્યા કરે છે. ડાયરીનાં પાનાંઓ વચ્ચે ગુલાબના ફૂલની સુકાઈ ગયેલી પાંખડીઓ મૂકી રાખે છે. જ્યાં સુધી હોસ્ટેલમાં હોય છે, ત્યાં સુધી ગુમસૂમ રહે છે, નિઃસાસા નાખતો ફરે છે અને સાંજે બહાર જઈને જ્યારે પાછો આવે છે, ત્યારે પાનખરમાંથી વસંત જેવો બનીને આવે છે.

મિત્રો હસ્યા.હું પણ એ ટોળીમાં હાજર હતો. કોઈકે પૂછ્યું કે તને શું લાગે છે? એટલે જવાબમાં મેં શાયર મુસાફિર પાલનપુરીનો શેર ટાંક્યો
ભીગી પલકેં, ઠંડી આહેં,
ગુમસૂમ રહના, મુસ્કાના,
દિલવાલોં કી હૈ યે નિશાની,
કૌન, મુસાફિર, સમઝેગા?’

સૌ મિત્રો શાયરનો સંકેત સમજી ગયા. મુખ્ય પ્રશ્ન ઉકેલાયો એટલે બીજા પેટાપ્રશ્નો ભાલાની જેમ ખડા થયા. જો અતીત એરંડામાંથી કેસૂડો બની ગયો હોય, તો પછી એના દિલનું સરનામું કયું? એની પ્રેમિકાનું નામ શું? ઓપરેશન બ્લૂસ્ટારની જેમ આ કામ હરીફરીને સુશાંતને જ સોંપવામાં આવ્યું. સુશાંત અને અતીત રૂમપાર્ટનર્સ હતા. દિવસરાતનો સંગાથ હતો એટલે અતીતનો વર્તમાનશોધી કાઢવો એ સુશાંતને માટે સાવ આસાન કામ હતું. સુશાંતે એ કામ ચપટી વગાડતામાં કરી બતાવ્યું. અતીતની અંગત ડાયરી જેને એ કબાટના ચોરખાનામાં સંતાડી રાખતો હતો, એ ડાયરી જ આખેઆખી સુશાંત ઉઠાવી મિત્રોની વચ્ચે ખુલ્લી મૂકી દીધી. ડાયરીનાં ફરફરતાં પાનાંઓમાં અતીતના બદલાયેલા મિજાજનું રહસ્ય ખૂલતું હતું.

લોકપ્રિય લેખો