Add to your favorites

ભાગ્યની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા,
આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી
દંભનો પડદો લગાવી દેહ અભાગી જીવતું,
યાચનાના પાત્રને સંતાડવું સારું નથી


વિમાનમાંથી ઊતરીને અમદાવાદની ધરતી ઉપર પગ મૂક્યો એ સાથે જ વંશના મનમાં કડવાશ ઊભરી આવી. છાલક યાદ આવી ગઈ. છાલક વસાવડા. પુરાણો ઘા ઉખળી આવ્યો. સા, ટેક્સી ચાહીએ?’ લગેજ ઉઠાવીને જેવો એ એરપોર્ટની બહાર નીકળ્યો કે તરત જ એક ટેક્સીવાળો એને વળગી પડ્યો. વંશ હા નાકરે એ પહેલાં તો એની બેગ પેલાના કબજામાં હતી. ટેક્સીવાળો આગળઆગળ અને વંશ એની પાછળપાછળ.

કિધર લે લૂં, સા?’
હોટલ ક્રિસન્ટ.વંશે અડધી ચાનો ઓર્ડર આપતો હોય એવી હળવાશથી કહ્યું અને ટેક્સી એના પરિચિત માર્ગો ઉપર દોડવા માંડી. કેમ્પના હનુમાનનું સાઇનબોર્ડ જોઇને એ ભૂતકાળમાં સરી પડ્યો. ત્યારે એ તાજોમાજો જ પ્રેમમાં પડ્યો હતો ને છાલકને મોટરબાઇક ઉપર બેસાડીને અહીં દર્શન માટે આવ્યો હતો.

દર્શન બાજુ પર રહી ગયા અને બંને વચ્ચે ઘર્ષણ પેદા થઈ ગયું. વાત સાવ મામૂલી હતી. વંશ એની બાઇક પાર્ક કરી રહ્યો હતો, ત્યાં એક રૂપાળી યુવતી પણ એનું કાઇનેટિક મૂકી રહી હતી. વંશને જોઇને એનો ચહેરો ખીલી ઊઠ્યો.

વંશ, તું?’
અરે, દેવિકા! તું અહીં ક્યાંથી?’ વંશ પણ એને જોઇને ઉત્સાહમાં આવી ગયો. બેચાર મિનિટ ઔપચારિક વાતો કરીને બંને છૂટાં પડ્યાં. પણ વંશ જ્યારે છાલક પાસે પહોંચ્યો ત્યારે છાલકનું મોં ફૂલેલું હતું. કોણ હતી એ?’
દેવિકા. મારી કઝિનની બહેનપણી.
તે તારી સાથે આમ હસીહસીને કેમ વાત કરતી હતી?’
તો શું રડીરડીને વાત કરે?’

હું એમ ક્યાં કહું છું? પણ... મને તારી સાથે એ વાત કરતી હતી એ નથી ગમ્યું, બસ!
સૉરી, ડાર્લિંગ! તારે એક વાત સમજી અને સ્વીકારી લેવી જોઇએ કે આપણે સોળમી સદીમાં નથી જીવતાં! ભવિષ્યમાં આવું તો હજારો વાર બનતું રહેવાનું. કોઈ ઓળખીતી છોકરી મળી જાય અને મારી સાથે હાયહલ્લોકરવા આવે, ત્યારે મારાથી એને એવું તો ન જ કહી શકાય કે તમારે મારી સાથે વાત નહીં કરવાની, કેમ કે મારી છાલકને એ નથી ગમતું.

નાનો ઝઘડો હતો અને ટૂંકાણમાં પતી ગયો પણ બંનેનાં મન ઉપર ઘસરકાનું આછું નિશાન છોડતો ગયો. જેમજેમ સંગાથ આગળ ધપતો ગયો તેમ વંશને સમજાતું ગયું કે આ તો પાયો માત્ર હતો, મનભેદનું મકાન તો હજુ ચણાવાનું બાકી હતું અને દરેક વખતે ઝઘડાનું કારણ એક જ હોય,

ત્રિકોણનો ત્રીજો ખૂણો! અંગ્રેજીમાં જેને પઝેસિવનેસકહે છે એ માલિકીભાવની માત્રા છાલકમાં જરૂર કરતાં હજારગણી વધારે હતી. કોઈ પણ સ્ત્રી એના પ્રેમી સાથે વાત કરે એ વાત જ એને માન્ય નહોતી. ઇર્ષા નામની આગ એના રુંવે રુંવે પ્રજ્વલી ઊઠતી.

લોકપ્રિય લેખો