Add to your favorites

જિંદગી આંખ સે ટપકા હુઆ બેરંગ કતરા, તેરે દામન કી પનાહ પાતા તો આંસુ હોતા


સલીમભાઈ, મારી બૈરીને...રવિએ અચકાતાઅચકાતા વાતની શરૂઆત કરી. આગળ શું બોલવું એની એને સમજ તો હતી, પણ શક્તિ નહોતી.

ક્યા કરના હૈ વો બોલો ના, સાબ? હાથપાંવ તોડને કા હૈ કિ ફિર આખ્ખી ટપકા દેને કા હૈ?’ સલીમે એની બિઝનેસ લેંગ્વેજમાં વાત કરી.

રવિ શેલત માટે આ શબ્દકોષ તદ્દન નવો અને અજાણ્યો હતો, ‘હું સમજ્યો નહીં. મેં તો... સાંભળ્યું હતું કે... આઈ મીન, તમે... સુપારી લઇને ઘરાકનું કામ કરી આપો છો...

સહી સુના તુમને, શેઠ! અપૂન કા નામ હી સલીમ સુપારી પડ ગયેલા હૈ. લેકિન કામકામમેં ભી ફરક હોતા હૈ કિ નહીં? હમ તો ટુકડા સુપારી ભી ખા લેતા હૈ ઔર આખ્ખી સુપારી ભી ચબા જાતા હૈ. તુમકુ કૌન સા ટાઇપ મંગતા?’

રવિના દિમાગમાં પ્રકાશ ફેલાયો, ‘નહીં, નહીં, સલીમભાઈ! આપણે અધૂરું કામ નથી કરવું. એને... મારી બૈરીને પૂરેપૂરી પતાવી જ નાખવાની છે. પૈસા તમે જેટલા કહેશો એટલા આપવા માટે હું તૈયાર છું.
એક લાખ લગેગા.

હું સવા લાખ આપવા તૈયાર છું પણ ક્યાંક એવું ન બને કે એ જીવતી બચી જાય...
સલીમ સુપારી કાળોતરા નાગ જેવું ફુત્કાર્યો, ‘એય શેઠ, તુમ અપૂનકુ જાનતા હી ચ નહીં. અપૂન કા કાટા હુઆ, પાની તક નહી માંગતા, સમજા ક્યા?’

રવિ સમજી ગયો. આ માણસ છે તો ભરોસાપાત્ર. અણગમતી પત્નીથી કાયમી છુટકારો મેળવવો હોય તો આ સલીમ ઉપર વિશ્વાસ મૂકવો જ રહ્યો. જો બધું ધાર્યા મુજબ પાર ઊતરે તો આવતી કાલે આ સમયે તો...?

લોકપ્રિય લેખો