Add to your favorites

જ્યાં દેખાય છે એને સારું કશું,
ત્યાં જ માણસને થતું આને ડશું

કેમ છો?’
કોણ?’
બસ ને? અવાજ ન ઓળખ્યો ને?’

અવાજ તો નથી ઓળખાતો, પણ ટેલિફોનમાં આવાં સસ્પેન્સ ઊભાં કરવાની તમારી અવળચંડાઈ ઓળખી શકુ છું. જયેશભાઈ બોલો છો ને?’

રાતના આઠ વાગવા આડે આઠ મિનિટ ને આઠ સેકન્ડની વાર હતી. ડૉ. રજત શાહ એમના કન્સલ્ટિંગ રૂમમાંથી ઊભા થવાની તૈયારીમાં હતા, ત્યાં જ ટેલિફોનની ઘંટડી વાગી. આખરી પેશન્ટને હમણાં જ પતાવીને ડૉક્ટર પરવાર્યા હતા. કેન્સર સર્જન હોવાથી માત્ર ગણતરીના જ દરદીઓ એ સવારસાંજ તપાસતા હતા. ફક્ત એપોઇન્ટમેન્ટ લીધેલા ચૂંટેલા દરદીઓ જ સ્વીકારવાનું એમને આટલાં વર્ષની પ્રેક્ટિસ બાદ આર્થિક રીતે પરવડતું પણ હતું. નર્સને સૂચના આપી રાખી હતી કે સાડા સાત પછી એક પણ નવા કે જૂના દરદીને એપોઇન્ટમેન્ટ આપવી નહીં. પણ ટેલિફોન તો રિસીવ કરવો જ પડે ને! કર્યો! એમાં આ સંતાકુકડી નીકળી પડી. 

જયેશભાઈ જાડી બુદ્ધિના જૂના મિત્ર હતા એટલે ડૉ. રજત શાહે એમને માફ કરી દીધા. બોલો, શું હતું?’


આપણા એક મિત્ર છે.
આપણા કે તમારા?’

હવે મારા મિત્ર એટલે તમારા પણ ખરા કે નહીં? તમે યાર, બહુ ઝીણું કાંતો છો.જયેશભાઈ સહેજ ઊકળીને તરત પાછા ઠંડા પડી ગયા. મૂળ વાતનો તંતુ પકડી લીધો, ‘એ મિત્રના એકના એક જુવાન દીકરાને અન્નનળીનું કેન્સર થયું છે.
ઓહ્ નો! પૂઅર ચેપ!
તમારી સલાહ લેવી છે.

કાલે સવારે મારા કન્સલ્ટિંગ રૂમ પર આવી જાવ. દસથી એકની વચ્ચે ગમે ત્યારે આવો. હું જોઈ આપીશ.

એમાં એવું છે ને કે એને ખાનગી નર્સિંગહોમમાં સારવાર નથી કરાવવી. એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલમાં જવું છે!

લોકપ્રિય લેખો