અમદાવાદથી જ્યારે બસ ઊપડી, ત્યારે કોઈને કલ્પના પણ નહીં હોય કે આજે આવું થશે! આવું એટલે કે લાખોમાં એક વાર થાય એવું. રખે ને તમે એમ માનતાં કે આ કોઈ બસઅકસ્માતની વાત હશે! અકસ્માતમાં તો ઇજા કે મરણ થાય. આજે જે થવાનું હતું એને તમે દુર્ઘટના પણ ન કહી શકો. કેમ? એ તો આજની ‘ડાયરી’ પૂરેપૂરી વાંચ્યા પછી જ સમજી શકશો.
બસ ચિક્કાર ભરેલી હતી. એકેએક બેઠક ભરાયેલી હતી. વધારાના પ્રવાસીઓ વચ્ચેના ભાગમાં સળિયો પકડીને ઊભા હતા. બસનો રૂટ અમદાવાદથી પંચમહાલ જિલ્લાના એક જાણીતા શહેર તરફનો હતો. પ્રવાસીઓમાંના મોટા ભાગના ગરીબ, મજૂરી કરીકરીને તૂટી ગયેલાં શરીર અને મોંઘવારીના મારથી ચીમળાઈ ગયેલા ચહેરા, પણ હોળીધુળેટીનો તહેવાર નજીક આવતો હોવાથી આ બધાં એમનાં વતનમાં જઈ રહ્યાં હતાં, એટલે એમની આંખોમાં ઉલ્લાસ છવાયેલો હતો.
બસની આગલી બેઠક ઉપર એક ભદ્ર, સુશિક્ષિત, આધુનિક જેવી લાગતી યુવતી બેઠેલી હતી. એની સાથે એની દીકરી પણ હતી. પાંચછ વર્ષની ઉંમર હશે દીકરીની. યુવતી હશે ત્રીસેકની.
બધું બરાબર ચાલી રહ્યું હતું. મુસાફરો પોતપોતાનાં જૂથમાં વાતોમાં મશગૂલ હતા ત્યાં અચાનક પેલી યુવતીનું મોં જરાક બગડ્યું. પછી એ ક્ષણભર પોતાની બેઠક ઉપરથી જરા ઊંચીનીચી થઈ. પછી પાછી તરત જ સ્વસ્થ બની ગઈ. થોડી વાર થઈ, ત્યાં ફરીથી એના ચહેરાની રેખાઓ બદલાણી. જાણે પેટમાં ચૂંક ઊપડી હોય એવું મોં થઈ ગયું. આવું જ્યારે વારંવાર થવા માંડ્યું, ત્યારે અન્ય પ્રવાસીઓનું ધ્યાન પણ એની તરફ ખેંચાયું.
‘બૉન, હું થાય સે? ફેર ચડે સે?’ એક આધેડ વયના આદિવાસી પુરુષે પૂછ્યું.
યુવતીએ માથું નકારમાં હલાવ્યું. ત્યાં બીજો એક જુવાન બોલી ઊઠ્યો, ‘નીચેની સ્પ્રિંગ ખૂંચતી હશે! જોતા નથી? ગાદી કેવી ફાટલી સે?’
યુવતીનું શરીર ક્ષણેક્ષણે આકારો બદલતું જતું હતું. સ્ત્રીની વેદના સ્ત્રી વગર બીજું કોણ સમજી શકે? બસમાં મુસાફરી કરતી અભણ બહેનોનું ધ્યાન યુવતીના ઉપસેલા પેટ તરફ ગયું. એમણે અંદરોઅંદર નજરથી સંતલસ કરી લીધી. પછી એક બાઈ ઊભી થઈને એ યુવતીની છેક પાસે આવી ગઈ. ધીમેકથી બોલી, ‘છેલ્લો જાય સે? વેણ્ય ઉપડી લાગે સે!’
‘હા.’ મૂંઝાયેલી યુવતીની આંખો શરમને કારણે ઝૂકી ગઈ. પણ પેટની અંદર ચાલી રહેલા ભૂકંપના આંચકા એને વધારે સમય માટે શરમાવાની છૂટ પણ આપે તેવા ન હતા. હવે એ સાબિત થઈ ગયું કે બસમાં એક પેસેન્જરનો ઉમેરો થવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
આપણા દેશમાં એક વાત બહુ સારી છે. તમામ સ્ત્રીઓ જન્મજાત પ્રસૂતિ નિષ્ ણાત હોય છે, બોર્ન ઓબ્સ્ટેટ્રિશિઅન્સ! પછી ભલે ને તે અંગૂઠા છાપ હોય! યુવતીનું નસીબ જુઓ કે તેના ભાગે એક સાથે વીસેક જેટલી લેડી ડૉક્ટરો હાજર હતી!
યુવતી પણ સમજી ચૂકી હતી કે બાળકના જન્મનો સમય હવે હાથવેંતમાં હતો. નજીકમાં નજીક પડતાં શહેર સુધી પહોંચવું પણ શક્ય ન હતું. શહેર તો દૂર રહ્યું, અહીં તો આસપાસમાં કોઈ ગામડું પણ નજરે ચઢતું ન હતું. જો કોઈ ખેતરમાં ઊભેલું ઝૂપડું દેખાય, તો એને પણ મેટરનિટી હોમમાં તબદીલ કરી શકાય. પણ ઈશ્વરે આજે કંઈક જુદું ધાર્યું હતું.
પરિસ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી હતી. યુવતીએ પોતે જ ઊભા થઈને ડ્રાઇવરને વિનંતી કરી, ‘પ્લીઝ, બસને એક જગ્યાએ ઊભી રાખો. મારે હવે આ બસમાં જ...અત્યારે જ...’
ડ્રાઇવર સમજુ હતો. સમજી ગયો. એક ઘટાદાર વૃક્ષના છાંયડામાં બસ ઊભી રહી ગઈ. પુરુષ પેસેન્જર્સ ટપોટપ ઊતરી પડ્યા. બારીઓના કાચ વસાઈ ગયા. યુવતીને છેક છેલ્લી સીટ ઉપર સુવડાવવામાં આવી. એની આજુબાજુ ચારે તરફ જાડા, ગ્રામીણ સાડલાઓની પડદાબંદી કરી લેવામાં આવી. ખુલ્લા આસમાન નીચે, એસ.ટી.ની ખખડધજ બસના બંધ લેબરરૂમમાં એકવીસમી સદીની એક આધુનિક સુશિક્ષિત યુવતી સાવ અંગૂઠાછાપ સ્ત્રીઓની કોઠાસૂઝ અને સહાયતા વડે દેશના નવા નાગરિકને જન્મ આપવાની તૈયારીમાં હતી.
અને પછી એક ચોક્કસ વિધિનિર્મિત ક્ષણે બસની અંદર કેદ એવો લંબચોરસ હવાનો હિસ્સો નવજાત શિશુના પ્રથમ ક્રંદનનો સદ્ભાગી સાક્ષી બની રહ્યો.
******
બધું સમુસૂતરુ પાર ઊતરી ગયું. યુવતી પોતે પણ જ્યાં જરૂર જણાઈ, ત્યાં માર્ગદર્શન પૂરંુ પાડતી ગઈ. બાજુના ખેતરમાં આવેલા કૂવામાંથી બાલદી ભરીને પાણી લાવવામાં આવ્યું. બાળકની પ્રાથમિક સફાઈ, માતાની સફાઈ અને રક્તથી ખરડાયેલી બસની સાફસૂફી બખૂબી પૂરી કરવામાં આવી. બસ એકાદ કલાક જેટલી મોડી પડી હતી, પણ ડ્રાઇવરને એ વાતની ચિંતા ન હતી. એક મુસાફર વધ્યો હતો, પણ કન્ડક્ટર અડધી કે આખી ટિકિટ ફાડવાની વેતરણમાં ન હતો.
ડ્રાઇવરમાં એટલી સમજ તો હતી જ કે ઇમરજન્સી કેસ તરીકે બસમાં ભલે અણધારી પ્રસૂતિ થઈ ગઈ હોય, પણ એટલાથી કામ પતી જતું નથી. આ બાઈને એના બાળક સાથે જેમ બને તેમ જલદી કોઈ દવાખાના સુધી પહોંચાડવી પડે. એણે બસને મારી મૂકી. અડધા કલાકમાં જ એક મોટું, જાણીતું શહેર આવી ગયું.
યુવતીએ સૂચના આપી, ‘મારી એક વિનંતી છે. માનશો? બસને સીધી હું જ્યાં કહું ત્યાં લઈ લેશો?’
‘કોઈ સવાલ જ નથી ને! હુકમ કરો, બહેન!’ ડ્રાઇવરે બસને શહેરમાં લીધી. પછી ચીંધાયેલા સરનામે, એક ખાનગી નર્સંિગહોમ પાસે બસ ઊભી રાખી. પછી ડ્રાઇવરે કન્ડક્ટરને ઉદ્દેશીને બૂમ પાડી, ‘લાલસિંહ, જરા નીચે ઊતરીને તપાસ કરો કે ડૉક્ટર હાજર છે કે નહીં! નહીંતર બીજા નર્સંિગહોમ તરફ વાળી લઉં!’
યુવતીએ બેયને અટકાવ્યા, ‘રે’વા દો. તમારા બંનેનો ખૂબખૂબ આભાર! લેડી ડૉક્ટર હાજર છે અને નથી! મને ઊતરવામાં મદદ કરો.’
‘એટલે?’ આખી બસ અવાક થઈને જોઈ રહી.
‘એટલે એમ કે હું પોતે જ ગાયનેકોલોજિસ્ટ છું. આજ સુધીમાં મેં અસંખ્ય અભણ બાઈઓની ડિલિવરી કરાવી હશે પણ આજે આ અભણ બહેનોના હાથે મારી પ્રસૂતિ સંપન્ન થઈ. આવું શાથી થયું એવો સવાલ કોઈ ન પૂછશો. મારી પ્રસૂતિની આડે હજુ તો ત્રણ અઠવાડિયાં બાકી હતાં. અમદાવાદથી હું બસમાં બેઠી, ત્યારે મને કશી જ તકલીફ ન હતી. પણ કહેવતમાં કહ્યું છે ને કે આભનો અને ગાભનો ક્યારેય ભરોસો ન કરવો! એમાં આ ‘બસેશ્વર’જન્મી ગયો!’ આ સાથે જ એક ‘પેશન્ટ’ એના પુત્ર સાથે નીચે ઊતરી, પંદર લેડી ડૉક્ટરો એને ‘આવજો’ કહી રહી હતી.
શીર્ષક પંક્તિ:વિજય શાહ

4 comments:
touching one ..
વિધી ના લખ્યા લેખ, કોઇ શુ જાણે,
કોણ કોને સંભાળે, બદલાય ટાણે ટાણે.
swa-likhit (Nilesh Shah, Chennai)
Kothhasuz
Very Good story...Keep it up.
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ