પતિનું અવસાન થયું ત્યારે જમુનાની ઉંમર પચીસ વર્ષની. બે કાંઠે વહેતી ચોમાસાની નદી જેવી જમુના રાતોરાત ગંગા જેવી બની ગઈ. ગંગા સ્વરૂપ જમુના. હવે એની જિંદગીનું એકમાત્ર કેન્દ્ર સાત વર્ષનો દીકરો વિશુ જ રહ્યો. સ્વર્ગસ્થ પતિ શિક્ષક હતો એટલે એણે નામ પાડેલું વિશ્વ પણ ગામ આખાએ વિશ્વમાંથી વિશુ અને પછી વિશિયો કરી નાખેલું. આ વિશિયો વીસ વર્ષનો થયો ત્યાં સુધીમાં જમના ડોશી બની ગઈ. સાવ અકાળે જ એની કાયા લથડી ગઈ. આવકના એક પણ મજબૂત આધારબિંદુ વગર ગામડાગામની જુવાન વિધવા શી રીતે પોતાનું અને પુત્રનું પેટ ભરી શકે, એને મોટો કરી શકે અને ભણાવીગણાવીને દીકરાને ગ્રેજ્યુએટ કરી શકે એ સમજવાની વાત છે, એના કરતાંયે વધુ તો સહેવાની વાત છે. જાણવા કરતાં પણ વધુ તો જીવવાની વાત છે, જીરવવાની વાત છે.
‘બેટા, હવે એક જ અભરખો છે.’ જમનાએ કોલેજનો ઊંબરો પાર કરી ચૂકેલા વિશ્વ આગળ અંતરનો પટારો ઉઘાડ્યો, ‘તારા માટે સારા ઘરની કન્યા શોધી કાઢવાની. મારા
જીવતેજીવ ઘરમાં વહુ આવી જાય એટલે હું સુખેથી મરી શકું.’
‘મા, મને કોણ છોકરી આપવાનું હતું? આપણા ઘરની હાલત તો જરા જો! પહેલા હું નોકરીએ લાગું, પાસે બે પૈસા જમા થાય, ઘરને જરાક સરખું કરીએ, પછી મારાં લગ્ન માટે તું પ્રયત્ન કરજે. બાકી અત્યારે તો...’
પણ જમના વહુ માટે ઉતાવળી થઈ હતી. ઘરમાં વહુનાં ઝાંઝર રણકતાં હોય એનો અવાજ સાંભળવાની એને તાલાવેલી લાગી હતી. પોતાની હેસિયત ભૂલીને એણે દીકરા માટે કન્યાનો હાથ માગવાનું અભિયાન આદર્યું.
પહેલું વેણ એણે બાજુના ગામના સરપંચ કાનજી પટેલની દીકરી કમુ માટે નાખ્યું. ગાલાવેલી એવી કે કોઈ ત્રાહિત માણસ દ્વારા કહેવડાવવાને બદલે પોતે જાતે જ પહોંચી ગઈ. પછી કાનજી પટેલ પણ શું કામ બાકી રખે? જમના બોલી રહી એ પછી એમણે શરૂ કર્યું.
‘જમના, મારા બેત્રણ સવાલના જવાબ આપીશ?’
‘કેમ નહીં? હવે તો આપણે વેવાઈ થવાનાં. પૂછોને જે પૂછવું હોય તે!’
‘તારી માલિકીની જમીન કેટલી છે?’ કાનજી પટેલ ચારસો વીઘાના જમીનદાર હતા.
‘પાંચ વીઘા.’
‘શું વાવે છે તારા ખેતરમાં?’
જમનાએ જવાબ ન આપ્યો. નીચું જોઈ ગઈ. વિધવાના ખેતરમાં ગરીબીનું બિયારણ અને મજબૂરીનું ખાતર હોય, પછી પાક પણ ભૂખમરાનો જ ઊતરતો હોય ને!
‘સારુ, બીજો સવાલ સાંભળતી જા.’ કાનજીએ હુક્કો ગગડાવ્યો, ‘ઘર કેવડું છે? ઢોરઢાંખર? દાગીના? રોકડ રકમ?’
સવાલ અઘરો હતો અને પેટા સવાલો અકળાવનારા હતા.
‘હવે છેલ્લો સવાલ તું કયા મોંઢે તારા દુકાળિયા ઘર માટે અને બેકાર દીકરા માટે મારી દીકરીનો હાથ માગવા નીકળી છો? કંઈ શરમબરમ જેવું છે કે પછી...?’
જમના યાચકની દશામાં આવી ગઈ, ‘એવું ન બોલો, સરપંચ! મરનારની આબરુ સામે જુઓ. જીવનારાની હાલત તરફ નહીં. અને મારો વિશુ કોલેજ પૂરી કરીને નીકળ્યો છે. એ કાયમ થોડો બેકાર રહેવાનો છે? કાલ સવારે એને નોકરી મળી જશે.’
‘ભલે જમનાબાઈ! તમારા લાડકા દીકરાને કલેક્ટરની નોકરી મળી જાય ત્યારે પાછા માગું લઇને આવજો. હું ના નહીં પાડું...’ કાનજી પટેલે કટાક્ષનો ચાબુક વિંઝતાં વાક્ય પૂરું કર્યું, ‘જો ત્યાં સુધી મારી રાજકુંવરી કુંવારી રહી જશે, તો...!’
અપમાનિત થઇને જમના પાછી ફરી ગઈ. પછી તો અપમાનોનો સિલસિલો ચાલ્યો. માધાપરના મોહનભાઈએ એને બાવડું ઝાલીને ડહેલીની બહાર ફેંકી દીધી, તો ગાંઠડીના ગોકળ પટેલે કાનમાંથી કીડા ખરે એવી ગંદી ગાળો વરસાવી. જમનાએ થોડોક સમય પૂરતું પુત્રવધૂ ખોજઅભિયાન મોકૂફ રાખવું પડ્યું.
બે વર્ષની રઝળપાટ પછી વિશુને અમદાવાદમાં નોકરી જડી ગઈ. જમનાના ટાંટિયામાં નવું પેટ્રોલ પુરાયું. એણે પાછું દોડવા માંડ્યું. છટાદરા ગામના મથુર પટેલના ઘરે જઇને ઊભી રહી ઃ ‘તમારી ચંપાનો હાથ મારા વિશુ માટે માગવા આવી છું.’
‘કઈ લાયકાતના જોર ઉપર?’
‘મારા દીકરાને નોકરી મળી ગઈ છે. હવે એ બેકાર નથી.’
‘જાણું છું.’ મથુર પટેલ હસ્યા, ‘ તારો તેજસ્વી દીકરો અમદાવાદમાં વટવાની કેમિકલ ફેક્ટરીમાં તેરસો રૂપિયાના માસિક પગારની નોકરીમાં જોડાયો છે. ફેક્ટરીની અંદર જ એક ગંદી ઓરડીમાં પડ્યો રહે છે અને વાસ મારતું ગંદુ પાણી પીવે છે. અહીં મારા ખેતરમાં સાંતી તરીકે જે ખેડૂત કામ કરે છે એને હું બાર મહિને પચીસ હજાર રૂપિયા આપું છું અને વરસ આખાના દાણાપાણી તો જુદાં! તારા મજૂર જેવા દીકરા માટે પટેલની દીકરી શોધવા નીકળી છે, તે શરમ નથી આવતી?’
અપમાનોના ‘બમ્પ’ સહીસહીને જમનાની ગાડી ક્રમશઃ ધીમી પડતી ગઈ. બીજાં ત્રણ વર્ષ નીકળી ગયાં. વિશુનો પગાર હવે ત્રણ હજાર સુધી પહોંચ્યો હતો, પણ એની ઉંમર પણ વધતી જતી હતી. જમનાએ પરિસ્થિતિ સાથે
સમાધાન સ્વીકારી લીધું. સારા ઘરની સુકન્યાઓ માટેની આશા છોડી દીધી. ગરીબ ઘરની સંસ્કારી છોકરી મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા. પણ ત્યાંથી તો વળી નવું જ લોજિક જાણવા મળ્યું, ‘અમે તો ગરીબ છીએ જ, પણ અમારી દીકરીનો શો વાંક? અપ્સરા જેવી દીકરી માટે અમારે તો પૈસાદાર સાસરંુ જ શોધવું છે. તમારા જેવા ભૂખડીબારસના ઘરમાં અમારી લખમી જેવી છોડીને...?’
અપમાનોનો વધુ એક હુમલો. બીજાં ત્રણ વર્ષ નીકળી ગયાં. વિશુનો પગાર પાંચ હજાર થઈ ગયો. નબળા ઘરની સામાન્ય દેખાવની કન્યા માટે આટલું કમાતો વર ખોટો ન ગણાય. જમનાએ એ કેડી ઉપર ચાલવાનો આરંભ કર્યો. એનું નવું સૂત્ર હતું નબળું ઘર, નબળી કન્યા.
પણ હવે વિશુની ઉંમર આડે આવીને ઊભી રહી.
‘તમારો દીકરો તો ઢાંઢો થઈ ગયો કે’વાય!’ એક ભૂખે મરતા બાપે જમનાનો ઊધડો લીધો, ‘બીજવર જેવડો લાગે છે તમારો છોકરો! અમારી કાચની પૂતળી જેવી કન્યા માટે વાત લઇને આવતાં શરમ નથી આવતી?’
જમનાને વાત લાવતાં તો શરમ નહોતી આવી, પણ વાત સાંભળીને ખરેખર શરમ આવી. વિશુની ઉંમર સાચે જ દેખાઈ રહી હતી. અઠ્ઠાવીસ તો પૂરાં થયાં હતાં, પણ મહેનતનું કામ અને અપૂરતા ખોરાકને કારણે પાંત્રીસનો હોય એવો દેખાતો હતો. બીજવર જેવો જ લાગે!
બીજાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. પછી જમનાને બ્રહ્મજ્ઞાન લાધ્યું. શા માટે બીજવર જેવા દેખાતા દીકરાનું માગું કોઈ રાંડેલી, માંડેલી કે છાંડેલીના ઘરે ન નાખવું? બાળવિધવા કે ત્યક્તા હોય તો કદાચ હા પણ પાડી દે! સવાલ તો છેવટે રોટલા ઘડવાનો જ છે ને?
તનથી કંતાઈ ગયેલી અને મનથી કંટાળી ગયેલી જમના આખરી સમાધાન સાથે દીકરાની વહુ શોધવા નીકળી પડી. પૂરા પંદર ઘર ફરી વળી. અને હાંસી, મજાક અને તિરસ્કારના પંદર પોટલાં સાથે પાછી ફરી.
થાકીહારીને એનાં ઝૂંપડા જેવા ઘરમાં આવીને એ ઓસરીમાં જ ફસડાઈ પડી ‘હે ભગવાન! મેં કયો ગુનો કર્યો છે કે આવી આકરી સજા આપે છે? મારો દીકરો સાવ વાંઢો રહી જશે? મારા ઘરનો વંશ વારસદાર વગર જ...’
ત્યાં જ ગાડીના એન્જિનની ઘરઘરાટી સંભળાણી. પહેલા દૂરથી, પછી સાવ નજીકમાં. એક જીપ જમનાના ઘર પાસે આવીને ઊભી રહી. ‘મિ. વિશ્વનાથ રમણભાઈ પટેલનું ઘર આ જ છે ને?’
‘વિશુનું ને? હા, વિશુ મારા જ દીકરાનું નામ છે. આ એનું જ ઘર છે. શું થયું છે મારા વિશિયાને?’ શહેરની જીપ અને શહેરના માણસોને જોઇને જમના બેબાકળી બની ગઈ.
પેલો અધિકારી જેવો દેખાતો માણસ નીચે ઊતર્યો. હસીને બોલ્યો, ‘તમારા દીકરાને કશું નથી થયું, માજી! જે કંઈ થયું છે એ તમારા ખેતરને થયું છે. ભગવાને તમારા માથે મહેર કરી દીધી. અમે ઓ.એન.જી.સી.માંથી આવીએ છીએ. છેલ્લાં દસ વર્ષથી આ વિસ્તારમાં અમે તેલની ખોજ કરતા હતા. આખરે અમને સફળતા મળી છે. તમારા ગામની બહાર એક સાવ ઉજ્જડ ખેતર પડ્યું છે. એ પાંચ વીઘાની જમીનમાં ઊંડે તેલનો ભંડાર દટાયેલો છે. આજુબાજુમાં પથરાળ જમીન છે પણ અમને તપાસ કરતાં જાણવા મળ્યું છે કે એ ખેતર તમારુ છે...’
જમનાના દીકરાનું નસીબ ઊઘડી ગયું. પાંચ વીઘા જમીનના પૂરા એક કરોડ રૂપિયા મળ્યા. આજે એક વર્ષ થઈ ગયું એ વાતને. જમનાની ઝૂંપડી હવે ભૂતકાળ બની ચૂકી છે. ત્યાં અત્યારે વિશાળ મેડીબંધ હવેલી ઊભી છે. આંગણામાં દસ ભેંસો અને પંદર ગાયો છે. સો વીઘા જમીન ખરીદાઈ ગઈ છે. પાંત્રીસ વર્ષનો વિશ્વ જમીનદાર જેવો જાજરમાન દેખાવા માંડ્યો છે. પચીસનો તો માંડ લાગે. અને માગાં?
આસપાસનાં પચાસપચાસ ગામોનાં સુખી પટેલો એમની સત્તરસત્તર વર્ષની પદમણી જેવી કન્યાઓ આ લાયક મુરતિયા જોડે પરણાવવા માટે લાઇન લગાવીને ઊભા છે. એમાં મોટા ભાગના જૂના અને જાણીતા મહાનુભાવો પણ છે.
જમના કોઇનું અપમાન નથી કરતી પણ વિશુ માટે આ બધી અપ્સરાઓમાંથી કઈ વધારે શોભશે એ નક્કી કરવા માટે સમય તો અવશ્ય લઈ રહી છે!

No comments:
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ